સરકાર દ્વારા સારા રસ્તા વાહન ચાલકોને મળે ઍ માટે ખાનગી કંપનીઓને ટોલ ટેક્ષના બદલામાં રસ્તા બનાવવાની જવાબદારી આપવામાં આવે છે.જ્યાં નેશનલ હાઇવે પર ચાર માર્ગીય રસ્તા હતા ઍ રસ્તા ૬ માર્ગીય બન્યા અને બદલામાં વાહન ચાલકોઍ સુવિધાના બદલામાં ટોલ ટેક્ષ ભરતા હતા પરંતુ હવે ઍક સારા સમાચાર આવી રહ્ના છે.
કામરેજના ચોર્યાસી ટોલટેક્ષ પર હવે ૧૨૦ના બદલે ૪૮ રૂપિયા ટોલટેક્ષ ભરવો પડશે કેમકે ૩૧ માર્ચથી હાલની કંપનીનો કોન્ટ્રાકટ નેશનલ હાઇવે ઓથોરીટી સાથે પૂર્ણ થાય છે. આમ, વાહનચાલકોને વર્ષે ૭૦ કરોડ રૂપિયાની બચત થશે. ૧૩ વર્ષ પૂર્વે ટોલનાકાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પી.પી.પી. ધોરણે નેશનલ હાઈવેનું ખાનગીકરણ કરાયું હતું. આ કોન્ટ્રાક્ટ ૩૧મી માર્ચે પૂર્ણ થતાં ટોલના ભાવમાં ૬૦ ટકાનો ઘટાડો જાવા મળશે. પરિવર્તન મંત્રાલયના ગેઝેટ મુજબ કન્સ્ટ્રક્ષન ઍગ્રીમેન્ટ થયા બાદ ટોલ પરથી પસાર થતાં વાહનો પાસેથી માત્ર ૪૦ ટકા સુધી ફી વસૂલ કરી શકાશે.