
ઉધના બાલાજી હાઉસ નામની ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાતજાતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા આજુબાજુનાં લોકોમાં ડરનો માહોલ જાવા મળ્યો હતો. જાકે, ફાયર બ્રિગેડને જાણ કરાતાં લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડે ફેક્ટરી બંધ હોવાથી આગ પર કાબુ મેળવવા માટે શટરને કટર વડે કાપી પાણીનો મારો ચલાવી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આગને કારણે ફેક્ટરીમાં માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.
ઉધના-નવસારી રોડ પર બાલાજી હાઉસ નામની કેમિકલની ફેક્ટરી આવેલી છે. રાત્રિના સમયે આ ફેક્ટરીમાં અચાનક જ આગ ફાટી નીકળતાં ભાગદોડ મચી ગઈ હતી. જાતજાતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આજુબાજુનાં લોકોમાં ડરનો માહોલ જાવા મળ્યો હતો. કેમિકલને કારણે વધુ પ્રચંડ બની હતી. જાકે, ફેક્ટરી બંધ હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ બનાવ સંદર્ભે ફાયર બ્રિગેડને જાણ કરાતાં લાશ્કરો દોડી આવ્યા હતાં. ફેક્ટરી બંધ હોવાથી ફાયર બ્રિગેડે શટરને કટર વડે કાપીને ત્યારબાદ પાણીનો મારો ચલાવ્યો હતો. કલાકોની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. આગને કારણે ફેક્ટરીમાં કેમિકલ, કાપડનો જથ્થો વગેરે બળીને ખાખ થઈ ગયા હતાં.