ડિંડોલી પોલીસની હદમાં ચોરોઍ આતંક મચાવ્યો છે. ડિંડોલીમાં નક્ષત્ર ટાઉનશિપમાં રાત્રિના સમયે ઍક ચોર યુવક ચોરી કરવા માટે આવે છે અને પહેલા માળે આવેલાં ફ્લેટમાં ઘુસવા માટે ચોર દિવાલ પર લાગેલી પાઈપ મારફતે રૂમમાં ઘુસી ગયો હતો.
ત્યારબાદ રૂમમાંથી રોકડ, મોબાઈલ, સોનાનાં દાગીના વગેરેનો માલ-સામાન ચોરી કરી ભાગી છૂટ્યો હતો. જાકે, આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલ મકાનમાલિકે ડિંડોલી પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ કરતા પોલીસે ગુનો નોધી સીસીટીવી ફુટેજના આધારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.