![](https://suratchannel.in/wp-content/uploads/2022/03/Still0325_00002.bmp)
શહેરના છેવાડે વાલક પાટિયા પાસે શેરડીના ખેતરમાંથી શ્રમજીવી યુવકની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકને માર મારી લાશને સળગાવી દેવાઇ છે.
સરથાણા વિસ્તારમાં આવેલ વાલક પાટિયા પાસે મેટ્રો ટ્રેનના રેલવે ટ્રેકનું નિર્માણ કાર્ય હાલ ચાલી રહયું છે. ટ્રેકને અડીને આવેલા શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવકની સળગી ગયેલી લાશ મળી આવી હતી. બનાવ અંગે જાણ થતા જ સરથાણા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે સ્થળ તપાસ કરતામજૂર જેવા યુવકની લાશ ૮૦ ટકા બળી ગઇ હતી. રેલવે ટ્રેકના પાળા પર લોહીના ડાઘા પડેલા હોય શ્રમજીવીને માર મારી લાશ સળગાવી દેવાઇ હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. હત્યા કોણે અને શા માટે કરી તે હાલ રહસ્ય છે. પોલીસને સ્થળ પરથી ઍક મોબાઇલ પણ મળી આવ્યો હતો. સાદો આ મોબાઇલ પણ અડધો બળી ગયો હતો. પોલીસે મૃતકની લાશને પીઍમ માટે સ્મીમેર ખસેડી હતી. સાથોસાથ પોલીસે ઍફઍસઍલની પણ મદદ લીધી છે.