
૨૮ માર્ચથી બોર્ડની ધો.૧૦- ૧૨ની પરીક્ષા શરૂ થનાર છે. પરીક્ષાના પેપરનું પેકેટ નિયત સમય કરતા વહેલા તોડશે તો પ્રિન્સિપાલ કે પછી સિનિયર ટિચર સામે પોલીસ ફરિયાદ નોંધાશે. આટલું જ નહીં, ઍક ઇજાફો પણ અટકશે.
પરીક્ષાના પેપરના પેકેટ ટિચરોઍ સીસીટીવી સામે અને તે પણ બે વિદ્યાર્થીની સાક્ષીમાં ખોલવાના રહેશે. કોઇ પણ ટિચર નિયત સમય કરતા વહેલા પેકેટ તોડશે તો ઍમની સામે અને પ્રિન્સિપાલ સામે પોલીસ ફરિયાદ થશે અને ઍક ઇજાફો પણ અટકશે. ખાનગી સ્કૂલોના ટિચર હશે તો રૂ. ૧૦ હજાર સુધીની પેનલ્ટી પણ થશે.પાણીવાળા કે સફાઇ કામદાર કાપલીની હેરાફેરી અથવા સાંકેતિક રીતે ગેરરીતિમાં મદદ કરશે તો કામગીરીથી દૂર કરાશે અને મહેનતાણું ચૂકવાશે નહીં. આવી જ ગેરરીતિ પ્યૂન કરશે તો તેની સામે પણ કડક પગલાં લેવાશે. ક્લાસમાં વિદ્યાર્થી પાસે પુસ્તક કે કાપલી સહિતનું કોઇ સાહિત્ય મળી આવશે અથવા માસ કોપી કેસ આવશે તો શિક્ષક કે ક્લાર્કને પરીક્ષાની કાયમી કામગીરીથી દૂર કરી ફરજ મોકૂફ કરાશે.આન્સર બુકમાં જવાબ નહીં તપાસસે કે સરવાળામાં ભૂલ કરશે અથવા ઇરાદા પૂર્વક વધારે કે ઓછા ગુણ આપશે તો પ્રિન્સિપાલ કે શિક્ષકને ૩ વર્ષ માટે પરીક્ષાની કામગીરીથી દૂર કરાશે, મહેતાણું નહીં મળશે અને ભૂલ દીઠ મહેનતાણામાંથી રૂ. ૧૦૦ કપાશે. પેપર સમયસર મોકલવામાં ઢીલ કરશે તો ઍજ્યુકેશન ઇન્સ્પેક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાશે.