ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાકે, સાતમા માળે લાગેલી આગનો કોલ ફાયર બ્રિગેડને મળતાં લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતાં. ત્યારે બેંક ઓફ બરોડાની ઓફીસમાંથી ધુમાડો નીકળી રહ્ના છે. જોતજોતામાં આગ આખી બેંકમાં પ્રસરી ગઇ હતી. ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો બહાર નીકળતા દેખાયો હતો. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. જાકે, વહેલી સવારની ઘટના હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી, પણ આગને કારણે બેકમાં ફર્નીચર, ઍસી, પીઓપી, બેક લોકર, ફાઇલ્સ વગેરે બળીને ખાખ થઈ ગયા હતાં.
ઘોડદોડ રોડ, પાંજરાપોળની પાસે આવેલી બેક ઓફ બરોડાની મુખ્ય શાખાના સાતમા માળે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં અચાનક ફાટી નીકળી હતી. જાતજાતામાં બેકની ઓફિસમાંથી ધુમાડા બહાર નીકળતા લોકોમાં ડરનો માહોલ જાવા મળ્યો હતો. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરો દોડી આવ્યા હતાં અને આગને કાબુમાં લેવા માટે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી પાણીનો મારો ચલાવ્યો હતો. લગભગ ચાર કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગને કારણે બેકમાં રહેલા ફર્નીચર, પીઓપી, ઍસી, કમ્પ્યુટર, છ જેટલાં બેક લોકર, ફાઇલ્સ રૂમ વગેરે બળીને ખાખ થઈ જવા પામ્યું હતું. આગને કારણે બેકના મોટાભાગનાં રેકર્ડ સ્વાહા થઈ ગયા હતાં. આ ઘટના અંગે બેકના મેનેજર સહિતના કર્મચારીઓને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતાં. સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પ્રાથમિક તારણ પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું જણાય છે.