રાત્રે બે વાગ્યે માછીમારીને કરીને આવતાં ચાર વ્યક્તિઓને આંતરી તમાચા મારવામાં આવતા હોય તેવા વાયરલ વિડીયોને પગલે પોલીસ મિનશરે આ ઘટના માટે જવાબદાર હજીરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો હતો. પોલીસે માર મારી મોબાઇલ ફોન પણ તોડી નાંખ્યાના આક્ષેપ કરી આગેરવર્તનનો ગુનો નોંધ્યો હતો. પોલીસ માછીમારો વિરૂદ્ધ ગુનો પણ નોંધ્યો હતો.
હજીરા ગામમાં રહેતાં જીતેન્દ્ર વિનુ પટેલ, મનસુખ છગન પટેલ, ધીરૂ છગન પટેલ અને સ્નેહલ ઉર્ફે ઋત્વિક સંજય પટેલ બુધવારે રાત્રે બે વાગ્યે માછીમારી કરીને બે બાઇક ઉપર ઘરે જઇ રહયા હતા. હજીરા મેઇન બજારમાં પોલીસે ચારેયને રોક્યા હતા. અજમલ પટેલ નામના કોન્સ્ટેબલે અરધી રાત્રે ક્યાં નીકળ્યા છો તેમ કહી પોતાને તમાચા મારી મોબાઇલ ફોન તોડી નાંખ્યો હતો. તેમજ તેમની વિરૂદ્ધ પોલસ સાથે કમિશનરને આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને માછીમારો સાથે ગેરવર્તન કરનાર અજમલ પટેલને સસ્પેન્ડ કરી દીધો હતો.