ધ કાશ્મીર ફાઇલ્સ મુવીને લઇને દેશભરમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. જેને લઇને હવે રાજકીય નેતાઓ અને અભિનેતાઓ પ્રતિક્રિયાઓ આપી રહ્ના છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં કાશ્મીરી પંડિત અને મૂવીને લઈને કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હોવાનું સામે આવ્યું છે. વિધાનસભામાં આપેલા નિવેદનને લઈને હવે ભારતીય જનતા પાર્ટી તેનો વિરોધ નોંધાવવાનું આયોજન કરી રહી છે.
આમ આદમી પાર્ટીની સીમાડા નાકા ખાતે આવેલી મુખ્ય કાર્યાલયની બહાર જ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. તેમજ અરવિંદ કેજરીવાલના વિરોધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પૂતળા દહન કર્યા બાદ રામધુન પણ બોલાવવામાં આવી હતી. જેથી કરીને અરવિંદ કેજરીવાલને સદબુદ્ધિ આવે.સુરત યુવા મોરચાના પ્રમુખ ભાવિન ટોપીવાલા જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ હંમેશા દેશ વિરોધી નિવેદનો આપતા હોય છે. તાજેતરમાં કાશ્મીરી પંડિતો સામે થયેલા અત્યાચારને લઈને જે મૂવી બનાવવામાં આવી છે. તેમાં સચોટ રીતે જે તે સમયની સ્થિતિને વર્ણવવામાં આવી છે. કાશ્મીરી પંડિતો સાથે થયેલા અન્યાયને આ મુવીમાં દર્શાવવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલ દ્વારા કાશ્મીરી પંડિત અને મૂવીને લઈને અનેક ટિપ્પણીઓ વિધાનસભામાં કરવામાં આવી રહી છે. જે યોગ્ય નથી. જે વ્યક્તિ પાકિસ્તાન પર થયેલા સર્જીકલ સ્ટ્રાઈક ઉપર પણ જો પ્ર‘ ઉઠાવી શકતો હોય તો આવી મુવી ઉપર પણ નિવેદન આપે ઍ સહજ વાત છે, પરંતુ જે રીતે કાશ્મીરી પંડિતોનું અપમાન કરવામાં આવી રહયું છે. તે ક્યારેય સાંખી લેવામાં નહીં આવે અને તેના કારણે જ આજે અરવિંદ કેજરીવાલના પૂતળા દહન કરવામાં આવ્યું છે.