
બે મહિના પહેલાં લાજપોર જેલ બહાર રાંદેર પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગી જનાર નાનપુરાના માથાભારે અને વોન્ટેડ સજ્જુ કોઠારીને શુક્રવારે ક્રાઇમબ્રાંચે તેના ઘરમાં બનાવેલા ગુ રૂમમાંથી ઝડપી પાડ્યો હતો. આની સાથે ગુજસીટોકના આરોપી સમીર શેખને પણ પક્ડયો હતો. ટપોરીઍ પોલીસથી બચવા માટે રૂમમાં શોકેસની આડમાં અંદરના ભાગે ગુપત રૂમ બનાવ્યો હતો.પોલીસે કડિયા પાસે બારી અને દરવાજો ખોલાવી અંદર છુપાયેલા સજ્જુને પકડી પાડ્યો હતો. સજ્જુ કોઠારીના ઘરમાં જ બીજા રૂમમાં બહારથી તાળુ મારીને રહેતા ગુજસીટોકના આરોપી સમીર શેખને પણ ક્રાઇમબ્રાંચે ઝડપી પાડ્યો હતો.અગાઉ રાંદેર અને અઠવા પોલીસે ખંડણીના ગુનામાં સજ્જુ કોઠારીની ધરપકડ કરી હતી.
૨૮મી જાન્યુઆરીઍ જામીન પર છુટતા પોલીસે અટકાયતી પગલા માટે સજ્જુને જેલની બહારથી પકડતા તેનો ભાઇ અને સાગરિતો પોલીસ સાથે માથાકૂટ કરી ભગાવી ગયા હતા. ૩૫ ગુનાનો આરોપી પહેલીવાર સુરત તેના ઘરેથી જ ઝડપાયો હતો. અગાઉ નાગપુર અને મુંબઈથી પકડાયો હતો.કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીઍ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી આરસીસી નું બાંધકામ કરી લોખંડનો મસમોટો ગેટ બનાવી દીધો હતો. સજ્જુઍ ૭૫૨૦ ચો.મીટર જેટલી સરકારી જમીન પર દબાણ કર્યુ હતું. રસ્તાઓ પર પણ દબાણ કરીને તેણે બારાહજારી મહોલ્લા તરફનો ગેટ કાયમ માટે બંધ કરી દીધો હતો અને જમરૂખગલીના ગેટ તરફ સિક્યુરિટી ગાર્ડ તેનાત કર્યો હતો. આ બાબતે કલેકટરમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે સિટી સરવે સુપરિન્ટેન્ડન્ટે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ આપતાં સજ્જુ ગુલામ મુહમ્મદ કોઠારી ની સામે લેન્ડગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.ટપોરી સજ્જુ કોઠારી પાસેથી કાપડ વેપારીઍ ધંધા માટે ૪ ટકા માસિક વ્યાજે લીધેલા ૧૪ લાખ ચુકવી ન શકતા તેને મારી નાખવાની ધમકી આપી હતી. ટપોરીના ડરથી વેપારીઍ ધંધો બંધ કરી રિક્ષા ચલાવવાનું શરૂ કરી દીધું. આ કેસમાં પણ સજ્જુ સહિત બે સામે ગુનો નોંધાયો હતો. સજ્જુ ઍ બિલ્ડર આરિફ કુરેશી પાસે ખંડણી પેટે ૭.૬૦ લાખ રોકડ પડાવ્યા હતા. બિલ્ડરે સજ્જુ પાસેથી વ્યાજે લીધેલા ૬૦ લાખના ૭૨ લાખ ચૂકવી દેવા છતાં તે રૂપિયા માંગતો હતો. આ કેસમાં પણ સજ્જુ સહિત ૪ સામે ગુનો નોંધાયો હતો.