
વરાછા પોલીસના ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા ૨૦ હજારની લાંચની રકમ લેતા ઍસીબીના હાથે ઝડપાયા હતા.આ ઘટના પછી વરાછા પોલીસના ડી સ્ટાફનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતું.
પોલીસ અધિકારીઍ વરાછા પોલીસના ૧ પીઍસઆઈ અને ૧૫ પોલીસકર્મીઓ સહિત ૧૬ જણાને ડી સ્ટાફમાંથી હટાવી દેવામાં આવ્યા છે.આ બાબતે પીઆઈ સાથે વાત કરતા તેમણે છેલ્લા ૨ મહિનામાં ડીસ્ટાફની કામગીરીના મૂલ્યાકનને લઈ વિસર્જન કરી દેવામાં આવ્યું હોવાની વાત જણાવી છે. બીજી તરફ ઍવી પણ ચર્ચાઓ ઉઠવા પામી છે કે લાંચ કેસમાં પકડાયેલા વરાછા પોલીસના ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળાઍ બુટલેગર પાસેથી ૧.૪૫ લાખનો તોડ કર્યો હતો અને આ કેસમાં દારૂ સપ્લાય કરનાર બુટલેગરને આરોપી ન બનાવવા માટે વધુ ૧૫ હજારની માંગણી કરવામાં હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા ભેરવાયો હતો.