
અઠવાગેટ ખાતે આવેલી મેટાસ ઍડવેન્ટિસ્ટ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના પરમિશન કાર્ડ અટકાવતા વાલીઓ દોડતાં થઈ ગયા હતાં. વાલીઓ દ્વારા બાળકોનાં પરમિશન કાર્ડ માંગતા સ્કૂલે આપવાની ના પાડી ફી ભરવા માટે જણાવ્યું હતું. જાકે, ફી પહેલાથી જ જમા હોવાને કારણે વાલીઓઍ હોબાળો મચાવ્યો હતો. છેવટે સ્કૂલનાં ગેટની બહાર રામધુન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અઠવાગેટ ખાતે મેટાસ ઍડવેન્ટિસ્ટ સ્કૂલ આવેલી છે. સોમવારે ૫૦૦ જેટલાં વિદ્યાર્થીઓનાં પરમિશન કાર્ડ અટકાવતાં વાલીઓ દોડતાં થઈ ગયા હતાં. સ્કૂલ દ્વારા વાલીઓને જણાવવામાં આવ્યું હતું કે ફી જમા કરાવો, નહીં તો વિદ્યાર્થીઓને આગળના ક્લાસમાં ઍડમિશન નહીં મળશે, તેવું કહેતા જ વાલીઓ અકડાયા હતાં. વાલીઓઍ હોબાળો મચાવી આચાર્યને મળવા માટે કહ્નાં હતું, પરંતુ આચાર્ય વાલીઓને મળ્યાં ન હતાં. જેથી અકળાયેલાં વાલીઓઍ સ્કૂલના ગેટની બહાર સૂત્રોચ્ચાર કરી રામધુન બોલાવી હતી. વાલીઓઍ જણાવ્યું હતું કે, સ્કૂલમાં ત્રણ વરસની ફી જમા છે. તેમ છતાં સ્કૂલ દ્વારા બાળકોનાં પરમિશન કાર્ડ અટકાવી બળજબરી ફી માંગી રહ્નાં છે. પરમિશન કાર્ડ ન મળે તો બાળકોને આગળનાં ક્લાસમાં ઍડમિશન મળશે નહીં, જેથી વાલીઓઍ બાળકનાï ભવિષ્ય માટે સ્કૂલની સામે બાંયો ચઢાવી વિરોધ નોધાવ્યો હતો.