
ગોડાદરા, રાધામાધવ ટેક્સટાઈલની પાસે મરુધર મેદાનમાં રાજસ્થાન મહાસભા દ્વારા રાજસ્થાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજસ્થાની સંસ્કૃતિની ઝલક બતાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, રાજ્યના મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્ના હતાં. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવી અને સી.આર. પાટીલ ખુલ્લી જીપમાં બેસીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. આખું ગ્રાઉન્ડ કેસરી રંગમાં રંગાયું હતું. આ સમારોહ આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્નાં છે. શહેરમાં ૧૫ લાખ જેટલાં રાજસ્થાનીઓ વસે છે.