લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે આંગણવાડી બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આંગણવાડી બહેનોઍ બેનર સાથે નીલગિરી ગ્રાઉન્ડથી રેલી કાઢી ધારાસભ્ય સંગીતાબેન પાટીલની ઓફિસે પહોચ્યા હતાં. છેલ્લાં ૧૫ દિવસથી વિવિધ કામગીરીને લઈ આંગણવાડી બહેનોને માનસિક ત્રાસ આપી શોષણ કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે વિરોધ કરાયો હતો. વિવિધ કામગીરીઓ બંધ કરી આંગણવાડી બહેનોને લઘુત્તમ વેતન આપવાની માંગ કરવામાં આવી છે.
સુરત શહેરમાં છેલ્લાં ૧૫ દિવસથી આંગણવાડી બહેનોને સતત હેરાન કરવામાં આવી રહ્નાં છે. છેલ્લાં ૧૫ દિવસથી રોજેરોજ સાંજના ૬ વાગ્યા સુધી મીટિંગ લેવામાં આવી રહી છે. જેને લઈને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સોમવારે ઍક દિવસની હડતાળ પાડવામાં આવી હતી. આંગણવાડીની ૩૦૦ થી વધુ બહેનો ભર તડકે લિંબાયત નીલગિરી મેદાન ઉપર ઍકત્ર થઈ હતી. આંગણવાડી બહેનો દ્વારા સૂત્રોચ્ચાર કરી ઍક રેલી કાઢવામાં આવી હતી. હમ હમારા હક માંગતે, નહીં કિસી સે ભીખ માંગતે, આવાજ દો હમ ઍક હૈ… અને નારી શક્તિ જિંદાબાદ…ના સૂત્રોચ્ચાર કરી ધારાસભ્ય સંગીતાબેન પાટીલની ઓફિસે પહોચી ગયા હતાં. જ્યાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના સુરતના પ્રમુખ રેખાબેન પાટીલે જણાવ્યું હતું કે, અમારાં ૬ મુદ્દાઓ પર કામગીરી થતી નથી, છેલ્લાં ૧૫ દિવસથી સતત હેરાનગતિ કરવામાં આવી રહી છે. રોજેરોજ ૫ થી ૬ વાગ્યા સુધી મીટિંગ ચાલે છે. રેશનકાર્ડનાં લાભાર્થીઓની નોધણી કરવા માટે સતત દબાણ આપવામાં આવી રહ્નાં છે. વંચિત વિસ્તારોમાં લાભાર્થીઓને શોધી લાવવાની કામગીરીને લઈ આંગણવાડી બહેનો પરેશાન થઈ ચુકી છે. જા લાભાર્થીઓને શોધવાની કામગીરી ન કરવામાં આવે તો ઉપરથી નોટિસ આપવાની ધમકી પણ અપાય છે. ઍક બાજુ સતત કામગીરી વધારવામાં આવી રહી છે, પરંતુ લઘુત્તમ વેતન આપવાની કોઈ કામગીરી થઈ રહી નથી. આંગણવાડી બહેનો તમામ કામગીરી કરવા માટે તૈયાર છે, પરંતુ લઘુત્તમ વેતન જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત વધારાની કામગીરી બંધ કરવામાં આવે જેથી બાળકોનાં શિક્ષણ અને કુપોષણની કામગીરીને નુકસાન ન થાય. આ તમામ કામગીરી આડેધડ લેવામાં ન આવે તેનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવે તેમજ હાલ લાભાર્થીની સુપોષિત માતા, સ્વચ્છ બાળની ઍન્ટ્રી મોબાઈલથી ન કરાવવા અને ૧૦૦ ટકા લાભાર્થીઓને લાભ મળી રહે અને લાભથી વંચિત ન રહે તે માટે રજિસ્ટરની નોધણી પર જ લાભ આપવામાં આવે, નહીં તો ૫૦ ટકા લાભાર્થીઓને જ લાભ મળવા પાત્ર રહેશે. આ તમામ માંગણીઓને લઈને આંગણવાડી બહેનોઍ વિરોધ નોધાવ્યો હતો.