![](https://suratchannel.in/wp-content/uploads/2022/03/Still0328_00000.bmp)
પાંડેસરાના નોવા કોમ્પ્લેક્ષમાં આલીશા ટ્રેડર્સ નામના ભંગારની દુકાનમાં ત્રાટકેલા તસ્કરો નિકલ, પીત્તળ અને કોપરનો અંદાજે રૂ. ૮.૫૯ લાખનો ભંગાર ચોરીને ભાગી જતા પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઇ છે.
મૂળ ભાવનગરના તળાજા તાલુકાના પીથલપુર ગામના વતની અને હાલ ઉનની યુવાન સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષીય અમીન અકબર ભાયાણી સ્ક્રેપ લે-વેચના ધંધા સાથે સંકળાયેલા છે. અમીનભાઈ પાંડેસરાના નોવા કોમ્પ્લેક્ષમાં દુકાન નં. જી-૪૧ અને ૪૨માં આલીશા ટ્રેડર્સ નામનની પીત્તળના સ્ક્રેપનો લે-વેચનો હોલસેલનો વેપાર કરે છે. અમીન ગત ૨૧ માર્ચે પરિવાર સાથે બહારગામ ગયા હતા તે દરમિયાન દુકાનનું શટર અને ગ્રીલને તાળું મારી કમ્પાઉન્ડનો ગેટના દરવાજાને પણ તાળું માર્યુ હતું. પરંતુ રાતે ત્રાટકેલા તસ્કરોઍ ગ્રીલ અને શટરના તાળા તોડી અંદર પ્રવેશી ડાઇંગ પ્રિન્ટીંગમાં વપરાતું નિકલ ૧૧૦ કિલોગ્રામ રૂ. ૧.૭૬ લાખ, પીત્તળનો ભંગાર ૩૧૦ કિલોગ્રામ રૂ. ૧.૨૪ લાખ અને કોપરનો ભંગાર અંદાજે ૯૦૦ કિલોગ્રામ રૂ. ૫.૫૯ લાખ મળી કુલ રૂ. ૮.૫૯ લાખની મત્તા ચોરીને તસ્કરો ભાગી ગયા હતા. ચોરી થઇ તે અંગેની જાણ બીજા દિવસે સવારે બાજુમાં ફેબ્રિકેશનના કારખાનેદારે જાણ કરી હતી. પરંતુ અમીન બહાર ગામ હોવાથી આજે આવ્યા હતા અને ચોરીની ફરીયાદ પાંડેસરા પોલીસમાં નોંધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.