સુરત સહિત દેશભરમાં બેક કર્મચારીઓ બે દિવસની હડતાળ પર ઉતરતા કરોડોનો વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો છે. રાજ્યનાં ૩૬૬૫ રાષ્ટ્રીયકૃત બેક શાખાનાં ૪૦ હજાર કર્મચારીઓ હડતાળમાં જાડાયા હતાં. સુરત શહેરના સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેજા હેઠળ કર્મચારીઓઍ વનિતા વિશ્રામ ખાતે ખાનગીકરણનો વિરોધ પ્રદર્શન કર્યો હતો.
સરકાર દ્વારા બેકોનું ખાનગીકરણની દિશામાં પગલું ભરતાં કર્મચારીઓમાં રોષ જાવા મળી રહ્ના છે. અગાઉ પણ બેકના કર્મચારીઓ દ્વારા હડતાળો પાડી સરકારને આ અંગે રજુઆતો કરી હતી, પરંતુ સરકાર દ્વારા કર્મચારીઓના હિતમાં કોઈપણ પગલું ન ભરતાં છેવટે ફરીથી બેકના કર્મચારીઓઍ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. બેકોનાં કર્મચારીઓ ટ્રેડ યુનિયનની આગેવાનીમાં બે દિવસની હડતાળનું ઍલાન કરતા સોમવાર અને મંગળવારે રાષ્ટ્રીયકૃત બેકો બંધ છે. બેકો બંધ રહેતા કરોડોનાં વ્યવહારો અટવાઈ જવા પામ્યાં છે. બેકનાં ખાતેદારોને મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે. સોમવારે અઠવાગેટ વનિતા વિશ્રામ ખાતે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેજા હેઠળ બેકના કર્મચારીઓ, ઍલઆઈસીના કર્મચારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં જાડાયા હતાં. કર્મચારીઓઍ સૂત્રોચ્ચાર કરી ખાનગીકરણ બંધ કરવાની સાથે કોન્ટ્રાક્ટ તથા બંધ કરવાના બેનર સાથે વિરોધ નોધાવ્યો હતો. આ ઉપરાંત તમામ કર્મચારીઓને ઓછામાં ઓછું લઘુત્તમ વેતન ૨૧ હજાર મળવું જાઈઍ તથા મોઘવારી અને બેકારીને કાબુમાં લઈ બેરોજગારોને માસિક બેકારી ભથ્થું આપવું જાઈઍ તેમજ બેક, જીઆઈસી, ઍલઆઈસી, રેલવે, ઍર ઇન્ડિયા, બીઍસઍનઍલ, કોલસા, વીજળી, ઓર્ડિનન્સ, પેટ્રોલિયમ કંપનીઓ, જાહેર સાહસો બેફામ રીતે ખાનગીકરણ કરી દેશની સંપત્તિ મૂડીપતિઓ તથા કોર્પોરેટ કંપનીઓને હવાલે કરવામાં આવી રહ્નાંનાં આક્ષેપો સાથે કર્મચારીઓઍ વિરોધ નોધાવ્યો હતો. જેના કારણે કામદાર વર્ગની સામાજિક સુરક્ષા ખતરામાં આવી છે. આમ, ખાનગીકરણ બંધ કરી કર્મચારીઓનાં હિતમાં સરકાર નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી છે.