
ઇચ્છાપોર ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત વેરહાઉસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વેર હાઉસનું ઉદ્ઘાટન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલ અને શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડીયા હાજર રહ્ના હતાં. આ વેર હાઉસથી ગુજરાત રાજ્યનાં આજુબાજુનાં ચાર રાજ્યમાં ૨૪ કલાકમાં ઓર્ડર મુજબ દવાઓ વહેલી તકે પહોચાડવાની કામગીરી કરવામાં આવશે.