
સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ટીમને મળેલી માહિતીના આધારે પાંડેસરા વિસ્તારમાં આવેલી ઍક હોસ્પિટલ અને ક્લિનિક પર દરોડા પાડ્યા હતાં, પરંતુ તે હોસ્પિટલમાંથી બાળકોના લિંગ પરીક્ષણ કરતું કોઈપણ પ્રકારની સામગ્રી મળી આવી ન હતી, પરંતુ ઍક ડોક્ટરની ડિગ્રી શંકાસ્પદ લાગતા તેની તપાસ પોલીસને સોપી છે. જ્યારે પાંડેસરા વિસ્તારમાં અન્ય ઍક ડોક્ટરની ડિગ્રી પણ બોગસ હોવાનું સામે આવતા પોલીસે તે દિશામાં કામગીરી હાથ ધરી છે.
સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગને માહિતી મળી હતી કે, પાંડેસરા ખાતે આવેલી શ્રી જલારામ પોલીક્લિનિક ઍન્ડ ઇશુ સાર્વજનિક નસિગ હોમમાં ગેરકાયદેસર રીતે ગર્ભવતી મહિલાઓની સોનોગ્રાફી કરી લિંગ પરીક્ષણ કરવામાં આવી રહ્નાં છે. જેના આધારે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતાં, પરંતુ આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલમાં તપાસ કરતા ત્યાં કોઈપણ સોનોગ્રાફી મશીન મળી આવી ન હતી. ત્યારબાદ આરોગ્ય વિભાગે ડોક્ટર અને નર્સોની વિગતો મેળવતા ઍક ડોક્ટરની ડિગ્રી શંકાસ્પદ લાગી હતી. તે ડોક્ટરની ડિગ્રી ઇન્ડિયન મેડિકલ ઍસોસિશનમાં નોધણી થઈ ન હતી. આ અંગે આરોગ્ય વિભાગે પોલીસને જાણ કરી હતી. આ ઉપરાંત આરોગ્ય વિભાગની અન્ય વિસ્તારમાં કરેલી તપાસમાં લવલી ક્લિનિક ઍન્ડ પ્રસુતિગૃહમાં પણ ડોક્ટર કમલજીત કૌરની બીઈઍમઍસની ડિગ્રી પણ શંકાસ્પદ લાગતા તેની પણ તપાસ પોલીસને સોપવામાં આવી છે. હાલ આરોગ્ય વિભાગની ટીમો આ વિસ્તારમાં અન્ય ડોક્ટરો અને દવાખાનામાં ચેકિંગ કરી રહ્નાં છે.