
શહેરમાં રખડતાં ઢોરો માટે સરકાર દ્વારા ઍક કાયદો લાગુ કરવામાં આવ્યો છે અને ફરજિયાત માલધારી સમાજે પાલિકામાં રજિસ્ટ્રેશન કરાવી પશુઓને ટેગ લગાવવાની કામગીરી કરવાની રહેશે. જેને લઈ માલધારી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. સુરત શહેરમાં માલધારી સમાજે કલેક્ટરે કચેરી ખાતે મોરચો કાઢી સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપી આ કાયદો રદ કરવાની માંગ કરી છે.
શહેરમાં રખડતાં ઢોરો અંગે રાજ્ય સરકારે કડક કાયદો લાગુ કર્યો છે. ૧લી એપ્રિલથી પાલિકામાં પશુપાલકોઍ પોતાનાં ઢોરોનું રજિસ્ટ્રેશન કરાવી તેમને ટેગ લગાવવાની કામગીરી કરવાની રહેશે. આ અંગે પોલીસ કમિશનર દ્વારા પણ જાહેરનામું બહાર પાડી પશુપાલકોને રજિસ્ટ્રેશન કરવાની તાકીદ કરવામાં આવી છે. જા રજિસ્ટ્રેશન ન કરાશે તો પોલીસ દ્વારા તેમના વિરૂદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે, જેને લઈને માલધારી સમાજમાં વિરોધ જાવા મળશે. પહેલી ઍિલથી ફરજિયાતપણે પશુઓને ટેગ લગાવવાની કામગીરીને પગલે મંગળવારે કલેક્ટર કચેરી ખાતે મોરચો કાઢ્યો હતો. મોટી સંખ્યામાં માલિધારી સમાજનાં લોકોઍ ઍકત્ર થઈને ભાજપ હાય…હાય…ના નારા લગાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપી વહેલી તકે આ કાયદો રદ કરી પશુપાલકોને શાંતિથી દૂધનો ધંધો કરવા દેવાની રજુઆત કરી હતી. જા આ કાયદો રદ ન થશે તો માલધારી સમાજ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે, તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.