મજૂરાગેટ ખાતે આવેલી આયકર વિભાગના કર્મચારીઓની હડતાળ બીજા દિવસે પણ યથાવત જાવા મળી છે. આઈ.ટી.ના કર્મચારીઓ મુખ્ય ૧૮ માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા છે.
સરકાર દ્વારા બંધ કરાયેલી ઓલ્ડ સ્કીમ ચાલુ કરાવવા, ઍનપીઍસ સ્કીમ અને વિભાગમાં કર્મચારીની ઘટ્ટ વહેલી તકે પૂર્ણ કરવા સહિતની માંગણીઓને લઈ હડતાળ પાડવામાં આવી છે. જો માંગણીઓ નહીં સંતોષાય તો આગલાં દિવસોમાં અન્ય રણનીતિના આધારે વિરોધ કરવામાં આવશે.