
પાંડેસરા વિસ્તારમાં રહેતી ઍક યુવતીના બંધ ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. ઉપર અન્ય ઍક આઈ.ડી. પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. યુવતીઍ તે આઈ.ડી. ચેક કરતાં અજાણ્યા શખ્સે તેનાં પ્રોફાઇલ પિક્ચરમાં તેણીનાં ફોટા મૂક્યા હતાં. ત્યારબાદ બીભત્સ લખાણો લખી યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યા હોવાની ફરિયાદ સુરત સાયબર ક્રાઇમ બ્રાંચમાં નોધાઈ છે.
પાંડેસરા વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી અલથાણ વિસ્તારમાં આવેલા ઍક મોલમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. યુવતી છેલ્લાં ઍક વર્ષથી સોશિયલ મીડિયાની ઇન્સ્ટાગ્રામ પર સક્રિય છે. ૧૫ દિવસ પહેલા જ યુવતીઍ પોતાની આઈ.ડી. બંધ કરી ઇન્સ્ટાગ્રામ પર નવા આઈ.ડી.નો ઉપયોગ કરી ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું હતું. તે દરમિયાન તા. ૧૪મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ યુવતીના બંધ જૂના ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. પરથી રાની યાદો-૪૭ નામની ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. સાથે બીભત્સ મેસેજ કરી યુવતીને મળવા માટે બોલાવી હતી અને મોબાઈલ નંબરની માંગણી પણ કરી હતી. જેથી યુવતીઍ ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. રાની યાદો-૪૭ ચેક કરતા તેનાં પ્રોફાઇલ પિક્ચરમા યુવતીનાં ફોટોગ્રાફ્સ મૂકેલા હતાં. તેમજ સ્ટોરીમાં યુવતીનાં અન્ય ફોટોગ્રાફ્સ પણ પોસ્ટ કર્યા હતાં. જેથી અજાણ્યા શખ્સે ઇન્સ્ટાગ્રામ ઉપર રાની યાદવની ફેક આઈ.ડી. બનાવી યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. તા. ૯મી માર્ચના રોજ યુવતીના નવા ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. પર ફરીથી ફેક માધુરી યાદવ નામની આઈ.ડી. પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જેથી યુવતીઍ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર કરી પ્રોફાઇલ ચેક કરતાં તેણીનાં બીજા અન્ય ફોટાઓ પણ જાવા મળ્યા હતાં. સાથે બીભત્સ ફોટાઓ પણ પોસ્ટ કર્યા હતાં.જેથી યુવતીઍ મેસેજ કરીને આ બધું શું કામ કરે છે? મને શું કામ હેરાન કરે છે? તેવો મેસેજ કર્યો હતો. પરંતુ યુવતીનાં નામથી બનાવેલી ફેક આઈ.ડી. પરથી અજાણ્યા શખ્સે તેના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપતો મેસેજ કર્યો હતો. આમ, અજાણ્યા શખ્સે યુવતીને સમાજમાં બદનામ કરવા ઇન્સ્ટાગ્રામ પર રાની યાદવ અને માધુરી યાદવ નામની બે અલગ-અલગ ઇન્સ્ટાગ્રામ ફેક આઈ.ડી. બનાવી બિભત્સ લખાણો લખી તેણીને બદનામ કરવાનો કારસો રચ્યો હતો. આ બનાવ સંદર્ભે યુવતીઍ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.