સુરત શહેરમાં વધતાં જતાં ક્રાઇમ રેટને રોકવા માટે પોલીસ કમિશનર અજય તોમર દ્વારા અવનવા પ્રોજેક્ટો અમલમાં મુકાઈ રહ્નાં છે. લોકો સાથે સંકલન સાધીને ક્રાઇમ રેટ ઓછો થાય તે દિશામાં અવનવી પહેલ શરૂ કરી છે.
થોડા દિવસો પહેલા ક્રિકેટ ટૂર્નામેન્ટ સહિત લોકોની સાથે પરિસંવાદ કર્યું હતું. ત્યારબાદ પોલીસ કમિશનર દ્વારા કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બને તે અર્થે લોકોને સાથે રાખી બાઇક બાદ ફૂટ પેટ્રોલિંગ માટે સાયકલ પેટ્રોલિંગની શરૂઆત કરી છે. રાત્રિ દરમિયાન પોલીસ કમિશનર અજય તોમર દ્વારા શહેરનાં નાગરિકોને સાથે રાખીને સાયકલ પેટ્રોલિંગનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સાયકલો સાથે લોકો જાડાયા હતાં. શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં ક્રાઇમ સ્પોટ પર સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ ૪૨ કિલોમીટરનાં વિસ્તારમાં આ સાયકલ પેટ્રોલિંગ કરવામાં આવી હતી. આ શહેરમાં લોકો સાથે રહીને સુરત શહેરને વધુ સલામત બનાવવાની પોલીસ કમિશનરની આ પહેલને શહેરીજનોઍ આવકારી છે. આ સાયકલ પેટ્રોલિંગમાં પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓ પણ જાડાયા હતાં.