
ખટોદરા વીઆઇપી,રોડ માર્વેલા કોરિડોરની સામે અવધ ઍરેનાના પ્રથમ માળે આવેલી બંધ ઓફિસમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોઍ ઓફિસમાંથી ડીવીઆર ,વિવિધ કંપની ના સ્પેરપાર્ટ મળી કુલ રૂપિયા ૧.૧૭ લાખથી વધુની મત્તાચોરી કરી ભાગી છૂટયા હતા .
અમરોલી કોસાડ ખાતે આવેલી સંસ્કાર રેસીડેન્સીમા રહેતા પ્રતીકકુમાર સુરેશભાઈ મંગુભાઈ લાડખટોદરા વીઆઇપી રોડ માર્વેલા કોરિડોરની સામે અવધ ઍરેનામાં આવેલી ઇન્ફોસોલ્યુશન ઍન્ડ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે .આ કંપની મલ્ટી બ્રાન્ડ મોબાઈલ અને લેપટોપ સર્વિસ સર્વિસ પ્રોવાઇડ કરે છે તારીખ ૨૫મી માર્ચ ના રોજ રાત્રીના સમયે આ કંપનીમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા .તસ્કરોઍ ઓફિસની પાછળ દિવાલમાં લાગેલી લોખંડની સેફટી ગ્રીલનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો .ત્યારબાદ કંપની સ્ટોરમાંથી પબ્લિક પ્રોપર્ટીના જુદા જુદા સ્પેરપાર્ટ, ડીવીઆર વગેરે મળી કુલ રૂપિયા ૧.૧૭ લાખથી વધુની મતા ચોરી કરી ભાગી છૂટયા હતા.આ ઉપરાંત ઓફિસમાં ઓફિસ નુકસાન પણ કર્યું આ બનાવ સંદર્ભે પ્રતિકકુમારને જાણ થતા તેઅો તાત્કાલીક દોડી આવ્યા હતા.આ સંદર્ભે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદના નોîધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે