રફ હીરાના ભાવમાં ઘટાડો થવાને કારણે હીરા ઉદ્યોગપતિઓઍ હાશકારો અનુભવ્યો છે. છેલ્લાં ઍક મહિનામાં ૧૫થી ૨૦ ટકા જેટલો રફ હીરાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લાં દોઢ વર્ષથી હીરામાં તેજી જોવા મળતા હીરામાં જાણકારી ન હોય તેવા લોકો દ્વારા પણ રફ હીરાની ખરીદી કરવામાં આવી હતી. જેના કારણે ૮ મહિનાથી રફ હીરાના ભાવમાં વધારો જોવા મળી રહ્ના હતો. પરંતુ હવે ભાવ સ્થગિત થઈ જતા જે લોકોને હીરાનો વ્યવસાય કરતાં ન હતાં અને તેમણે પણ રફની ખરીદી કરી હતી તેવા લોકો હવે નુકસાની કરીને પણ રફનું વેચાણ કરી રહ્ના છે.
કોરોનાની પહેલી લહેર બાદ ઈન્ટરનેશનલ માર્કેટમાં કટ ઍન્ડ પોલિશ્ડ હીરાની માંગમાં સતત વધારો નોંધાઈ રહ્ના હતો. બીજી તરફ રફ ઉત્પાદક કંપનીઓ દ્વારા રફના ભાવમાં સતત વધારો કરવામાં આવતો હતો. બીજી તરફ છેલ્લાં દોઢ વર્ષથી હીરા ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. જેના કારણે હીરાના વ્યવસાય સાથે ન જોડાયેલા હોય તેવા વ્યક્તિઓ દ્વારા પણ હીરાની રફની ખરીદી કરવામાં આવી રહી હતી. ખાસ કરીને હીરા વેપારીઓની સલાહ પ્રમાણે સીઍ, વકિલ, ડોક્ટર અને બિલ્ડરો દ્વારા પણ મોટા પ્રમાણમાં રફ હીરાની ખરીદી કરીને સ્ટોક કરવામાં આવી રહ્ના હતો.આ કારણોથી માર્કેટમાં રફની શોર્ટ સપ્લાય થઈ રહી હતી. જેથી દિવસે દિવસે રફના ભાવમાં વધારો થઈ રહ્ના હતો. પરંતુ હવે અનેક લોકો પાસે રફનો મોટા પ્રમાણમાં ભરાવો થઈ જતાં નુકસાન કરીને પણ રફ વેચવા માટે કાઢી રહ્ના છે. જેથી માર્કેટમાં જે રફની શોર્ટ સપ્લાય હતી તે ઓછી થવાને કારણે રફના ભાવમાં ક્રમશૅં ઘટાડો નોંધાઈ રહ્ના છે.હીરા ઉદ્યોગમાં જ્યારે તેજીનો માહોલ હતો ત્યારે લોકો દ્વારા રફને જોયા વગર જ ખરીદી કરવામાં આવી રહી હતી. ખાસ કરીને જે લોકોનો હીરાનો વ્યવસાય ન હતો તેવા લોકો પણ રફની ખરીદી લોકોની સલાહ પ્રમાણે રફની ખરીદી કરી રહ્ના હતાં.
છેલ્લાં થોડાં સમયથી માર્કેટમાં હીરાની રફની માંગ હતી. લોકો દ્વારા રફનો સંગ્રહ કરવામાં આવતો હતો. જે લોકો જાણકાર ન હતા તેઓ પણ ખરીદી રહ્ના હતા. જેથી રફની શોર્ટ સપ્લાય વર્તાતા રફના વધી રહ્ના હતાં. પરંતુ હવે ધીમે ધીમે માર્કેટ નોર્મલ થઈ રહ્નાં હોવાથી ઍક મહિનામાં રફના ભાવમાં ઘટાડો થયો છે.- જીજેઈપીસીના ચેરમેન દિનેશ નાવડિયાઍ જણાવ્યુ હતુï.કોરોના બાદ હીરામાં તેજી આવવાથી જે લોકોને હીરામાં ખબર ન હતી પડતી તેવા લોકો પણ રફની ખરીદી કરતા હતાં. હીરાના રફનું માર્કેટ શેર બજાર જેવું થયું હતું. ઍકની ઍક હીરાની રફની થેલી અલગ અલગ લોકોના હાથમાં ફરતી અને તેના ભાવમાં વધારો થતો હતો. હવે માર્કેટ સ્થિર થતાં લોકો રફ વેચવા કાઢી રહ્નાં છે. – નંદલાલ નાકરાણી,પ્રમુખ ડાયમંડ બ્રોકર ઍસો.જે લોકોને હીરાના વ્યવસાય સાથે કોઈ પણ લેવા દેવા ન હતી તેવા લોકો પણ અન્ય લોકોની સલાહને માનીને રફને જોયા વગર જ બેફામ રફની ખરીદી કરી રહ્ના હતાં. પરંતુ હાલમાં માર્કેટમાં રફના ભાવમાં જે ફૂગાવો હતો તે હવે ઓછો થઈ રહ્ના છે. જેના કારણે હવે લોકો રફનું વેચાણ કરવા માટે આગળ આવી રહ્ના છે.