
કોરોનાના સમયગાળા દરમિયાન લાજપોર જેલમાંથી ભાગી ગયેલા કેદીની ઍસઓજી પોલીસે ઉધના રોકડિયા હનુમાન મંદિર નજીકથી ધરપકડ કરી છે.
ઍસઓજી પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી રાજુ રાઠોડ ગયા વર્ષે ચોરીના કેસમાં તેના બે સાથીદારો સાથે ઝડપાયો હતો. સુનાવણી બાદ કોર્ટે તેને દસ માસની કેદની સજા ફટકારી હતી અને તેને લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. કોરોનાને કારણે ગત જાન્યુઆરીમાં તે ૬૦ દિવસના પેરોલ પર જેલમાંથી મુક્ત થયો હતો. પરંતુ તે જેલમાં પાછો ફર્યો ન હતો. બાતમીદાર પાસેથી તેના વિશે માહિતી મળતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.