
આગામી ૧૮થી ૨૦ ઍપ્રિલ ઍમ ત્રણ દિવસ સુધી સ્માર્ટ સિટી સમિતિની યોજાનારી નેશનલ કોન્ફરન્સમાં દેશના ૧૦૦ સ્માર્ટ શહેરોનાં ડેલિગેટ્સ સુરતમાં આવનાર હોવાથી આ મેગા ઈવેન્ટની તૈયારીની સમિક્ષા કરવા માટે કેન્દ્રમાંથી મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ ઍન્ડ અર્બન અફેર્સના જોઈન્ટ સેક્રેટરી અને સ્માર્ટ સિટી મિશનના ડાયરેક્ટર કુણાલ કુમાર તેમજ સ્માર્ટ સિટી મીશનના ડાયરેક્ટર રાહુલ કપુર સુરત ખાતે આવ્યા હતા.
જેને લઇ તેમના રૂટમાં આવતા વેસુ, અલથાણ, વીઆઇપી રોડ, સિટીલાઇટ વિસ્તારમાંથી રોડ ઉપરના લારી-ગલ્લા સહિતના વિવિધ દબાણો રાતોરાત હટાવી લેવાયા હતા.