
રાજસ્થાન સરકાર દ્વારા જેસલમેર ખાતે યોજાયેલ હોર્સ રાઇડિંગ એન્ડ ફેર બી કોમ્પિટિશનમાં સુરત જિલ્લાના ઓલપાડ ખાતે રહેતા સિરાજ ખાન પઠાણ નો સકાબ નામનો ઘોડો પ્રથમ આવીને સમગ્ર સુરત જિલ્લાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે અગાઉ પર સકાબ ઘોડાએ વિવિધ કોમ્પિટિશનમાં 20 વખત વિજય બનીને દેશનો નંબર વન ઘોડાનું બિરૂદ જાળવી રાખ્યું હતું
રાજસ્થાન સરકાર દ્વારા જેસલમેર ખાતે યોજાયેલ હોર્સ રાઇડિંગ ફેર કોમ્પિટિશનમાં ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ સહિતના દેશના વિવિધ રાજ્યોના બે હજારથી વધુ ઘોડા ઓએ આ રેસમાં ભાગ લીધો હતો જેમાં સુરત જિલ્લાના ઓલપાડ ખાતે રહેતા સિરાજ ખાન પઠાણ નો નામનો ઘોડો પ્રથમ આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાષ્ટ્રીય કક્ષાએ સકાબ ઘોડો રેસ મા વિજેતા બનતા ફિલ્મ અભિનેતા સલમાન ખાનના મેનેજરે આ ઘોડો ખરીદવા માટે તેના માલિક સિરાજ ખાનને ઓફર કરી હતી