રિંગરોડની ૪૫૧ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા ઍક વેપારીઍ ઓનલાઈન લોનની જાહેરાત જાઈ મોબાઈલફોન પર ઠગબાજનો સંપર્ક કર્યો હતો, પરંતુ ઠગબાજે રૂ. પાંચ લાખની લોન અપાવવાના બહાને વેપારી પાસેથી રૂ. ૭૭ હજાર ૩૪૪ પડાવી લીધા હતાં. લિંબાયત, શાહપુરામાં રહેતા આફતાબ મુબારક પટેલો ૨૦૨૦માં રિંગરોડની ૪૫૧ માર્કેટમાં કાપડની દુકાન ચાલુ કરી હતી. ૨૦૨૧માં ધંધા માટે પૈસાની જરૂરિયાત ઊભી થતાં આફતાબે તેના પિતા પાસે પૈસા માંગ્યા હતાં, પરંતુ પિતાઍ પૈસા ન હોવાનું કહી આફતાબને મદદ કરી ન હતી.
તે દરમિયાન ૧૧-૧૧-૨૦૨૧ના રોજ આફતાબ ફેસબુક પર ચેટિંગ કરી રહ્ના હતો, ત્યારે દિવ્યાંગ પટેલ નામના પ્રોફાઈલમાંથી ઍક લિંક પોસ્ટ થઈ હતી, જેમાં લોન અંગેની જાહેરાત મૂકી હતી. તેથી આફતાબે તુરંત જ લોન ચાહિઍ… તેવો મેસેજ કરતાં જ સામેની આઈ.ડી. પરથી રિપ્લાય આવ્યો હતો કે હો જાઍગા.. અગર અર્જન્ટ હો તો… તેવો મેસેજ આવ્યો હતો. આફતાબે અર્જન્ટ લોન હોવાનું કહી દિવ્યાંગ સાથે મોબાઈલ ફોન ઉપર વાતચીત કરી હતી. દિવ્યાંગ પટેલે આધાર કાર્ડ, પાનકાર્ડ સહિતનાં ડોક્યુમેન્ટ્સ વોટ્સઍપ પર મંગાવ્યા હતાં. ત્યારબાદ લોનની પ્રોસેસ કરવા માટે જરૂરી ફીના નામે આફતાબના ગુગલ પે નંબરથી પોતાના ખાતામાં ટુકડે ટુકડે કરીને પોતાના ખાતામાં રૂ. ૭૭ હજાર ૩૪૪ ટ્રાન્સફર કરાવી લીધા હતાં, પરંતુ સમય મર્યાદામાં લોનનાં પૈસા આફતાબને ન મળતાં તેણે દિવ્યાંગ પટેલનો સંપર્ક કર્યો હતો, પરંતુ દિવ્યાંગે પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કર્યો હતો. જેથી આફતાબને ભાન થયો કે પોતાની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. આ બનાવ સંદર્ભે આફતાબે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવી હતી, પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.