
રિંગરોડ કોહિનૂર માર્કેટના બીજા માળે સવારના સમયે અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા માર્કેટમાંથી ફાયર બ્રિગેડને જાણ કરતા આજુબાજુનાં છ ફાયર સ્ટેશનની ૧૧ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગને કારણે છ દુકાનોમાં રાખેલો સાડીઓનો તમામ માલ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. આ ઉપરાંત ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવતા નીચે આવેલી અન્ય દુકાનોમાં વેપારીઓનાં માલને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
રિંગરોડ કોહીનુર ટેક્સટાઇલ માર્કેટના બીજા માળે યોગેશ ચંદ્રભાન શુક્લ નામના વેપારીની છ દુકાનો આવેલી છે. આ છ દુકાનોનો ગોડાઉન તરીકે ઉપયોગ કરી યોગેશભાઈ તેમાં સાડીઓનો માલ રાખે છે. શુક્રવારે સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં અચાનક ઍક દુકાનમાં આગ લાગી હતી. આગ ધીમે-ધીમે છ દુકાનમાં પ્રસરી ગઈ હતી. જાતજાતામાં આગના ધુમાડા બહાર નીકળતાં માર્કેટના અન્ય વેપારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. આગને જાઈ વેપારીઓ દ્વારા તત્કાલ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ ઘટના બાદ મજૂરા, નવસારી, માનદરવાજા, ડુંભાલ, કતારગામ, લિંબાયતનાં ફાયર બ્રિગેડની ૧૧ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના લાશ્કરો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવાયો હતો, પરંતુ ધુમાડો વધુ હોવાથી ફાયર વિભાગને કામગીરીમાં તકલીફ પડી હતી. જાકે, ફાયર વિભાગે ગણતરીના કલાકોમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો. યોગેશ દ્વારા બનાવેલા ગોડાઉનમાં માળીયા પર રાખેલો તમામ સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ ઉપરાંત પાણીના મારાથી પણ સાડીના માલને નુકસાન થયું હતું. આ ઉપરાંત નીચે આવેલી અન્ય દુકાનોમાં પણ પાણી ઘુસી જતાં વેપારીઓનાં માલને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જાકે, સવારના સમયે માર્કેટમાં અવરજવર ઓછી હોવાના કારણે ફાયર બ્રિગેડને કામગીરી કરવામાં કોઈ તકલીફ પડી ન હતી. આïગ શોર્ટ-સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્નાં છે.