
પૂણા જય ક્રિઍશન સીતારામ સોસાયટીમાં કાપડની દુકાન ધરાવતા ઍક વેપારી પાસેથી રિંગરોડ, રાધાકૃષ્ણા ટેકસ્ટાઇલ માર્કેટના બંસલ પરિવારના ત્રણ સભ્યોઍ ઍકબીજાની મદદગારીથી રૂ. ૨૪.૫૫ લાખથી વધુનો લેસનો માલ મંગાવી પૈસા ન ચૂકવવાની ફરિયાદ પોલીસ ચોપડે નોધાઈ છે.
લાલ દરવાજા, સોમેશ્વર રેસીડેન્સીમાં રહેતા ભમરસિંહ મોડસિંગ રાજપૂત પૂણાની સીતારામ સોસાયટીમાં જયવીર ક્રિઍશન નામની લેસ પટ્ટીની દુકાન ધરાવે છે. ઍક વરસ પહેલા વેસુ, સોમેશ્વર રોડ, શિવઅભિષેક રેસીડેન્સીમાં રહેતા અને રિંગરોડ, રાધાક્રિષ્ણા ટેક્સટાઇલ માર્કેટમાં રીચા ફેશન નામથી ધંધો કરતા વિષ્ણુ બંસલ વિષ્ણુ અંકલ, રીતુ બંસલ અને યોગેશ વિષ્ણુ બંસલ ઉર્ફે યોગેશ રોકડી નામનાં વેપારીઓઍ ઍકબીજાની મદદગારીથી ભમરસિંહનો સંપર્ક કર્યો હતો. ત્રણેય જણાંઍ માર્કેટમાં મોટું નામ હોવાનું જણાવી પોતાની સાથે ધંધો કરશો તો ફાયદો થશે અને સમયસર પૈસા આપી દેવાની બાંહેધરી આપી ભમરસિંહને પોતાના વિશ્વાસમાં લીધા હતાં. ત્યારબાદ ત્રણેય જણાંઍ ૨૮-૫-૨૦૨૧ થી ૧૭-૭-૨૦૨૧ દરમિયાન ૨૪.૫૫ લાખથી વધુનો લેસનો માલ ઉધાર મંગાવ્યો હતો, પરંતુ સમયસર પૈસા ન ચૂકવતા ભમરસિંહે ઉઘરાણી શરૂ કરી હતી. ત્યારે ત્રણેય જણાંઍ ઉશ્કેરાઈ જઈ હવે પછી પૈસાની માંગણી કરશો તો હાથ-પગ તોડાવી નાંખી જાનથી મારી નાંખવાની ધમકી આપી પૈસા ચૂકવ્યા ન હતાં. ત્યારબાદ બંસલ પરિવારે દુકાન બંધ કરી કરોડોમાં ઉઠમણું કર્યું હતું. આ બનાવ સંદર્ભે ભમરસિંહે પૂણા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.