
ફાયર વિભાગને આધુનિક કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ. ૧.૪૩ કરોડથી વધુના ખર્ચે રોબર્ટની ખરીદી કરવામાં આવી છે. શુક્રવારે ચોકબજાર કિલ્લાના ગ્રાઉન્ડ ખાતે મેયર, સ્થાય સમિતિ ચેરમેન સહિતનાં પદાધિકારીઓ અને પાલિકાના અધિકારીઓની હાજરીમાં તેની પૂજા કરી તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ આધુનિક રોબર્ટ હવે પાલિકાની કામગીરીમાં ખુબ જ ઉપયોગી નીવડશે. આ ઉપરાંત ફાયર ફાઈટીંગ રોબોટ, ૩ ફોમ કમ વોટર ટેન્ડર અને ૨ ફાયર ઍન્જીન, ૨ વોટર બોવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ચોકબજાર કિલ્લાના ગ્રાઉન્ડ ખાતે શુક્રવારે આગ જેવી દુર્ઘટનાઓમાં ખુબ જ ઉપયોગી નિવડે તે માટે રૂ. ૧.૪૨ કરોડથી વધુની રકમથી ખરીદવામાં આવેલા આધુનિક રોબર્ટ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા, સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ સહિતનાં પદાધિકારીઓ અને પાલિકાનાં અધિકારીઓની હાજરીમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગની પ્રક્રિયા પહેલા મેયર દ્વારા રોબર્ટની પૂજા કરવામાં આવી હતી. આ રોબર્ટની ખુબી ઍવી છે કે, શહેરની સાંકડી શેરીઓમાં કે જ્યાં ફાયર બ્રિગેડના વાહનો આસાનીથી ન જઈ શકે અથવા ફાયરકર્મીઓ, અધિકારીઓ માટે જોખમ હોય તેવા વિસ્તારોમાં આગ ઓલવવાનું કામ રોબર્ટ કરશે. આ રોબોટિક વાહનમાં અત્યાધુનિક થર્મલ ઈમેજીંગ કેમેરા વગેરેની સુવિધા હશે, આગ અકસ્માતના કોલમાં ફસાયેલી વ્યક્તિઓને શોધી શકાશે અને ફસાયેલી વ્યક્તિને બહાર કાઢીને જાનહાનિમાંથી બચાવી શકાશે. ૧ કરોડ ૪૨ લાખ ૩૩ હજાર ૭૫૦ રૂપિયાના ખર્ચે ખરીદાયેલ આ રોબોટ ફાયર બ્રિગેડની કામગીરીમાં ખુબ જ ઉપયોગી નીવડશે. આ ઉપરાંત ફાયર ફાઈટીંગ રોબર્ટ, ૩ ફોમ કમ વોટર ટેન્ડર અને ૨ ફાયર ઍન્જીન, ૨ વોટર બોવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ૨ કરોડ ૪૯ લાખ ૪ હજાર ૪૯૭ના ખર્ચે ૩ ફોમ કમ વોટર ટેન્ડર ખરીદવામાં આવ્યા છે. આ વાહનોનો ઉપયોગ સુરત શહેરમાં સ્થિત ઉદ્યોગો, હાઈરાઈઝ બિલ્ડીંગ વગેરેમાં લાગેલી આગમાં અગ્નિશમન માટે થઈ શકે છે.