સિંધી સમાજ દ્વારા તેમના નવા વર્ષ ઝુલેલાલ જયંતીની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
સુરત શહેરના રાંદેર, રામનગર ખાતે આવેલા ઝુલેલાલ મંદિર અને સિટીલાઈટના અગ્રસેન ભવન ખાતે નવા વરસ નિમિત્તે મોટી સંખ્યામાં સિંધી સમાજનાં ભાઈઓ-બહેનોઍ ઍકત્રિત થઈ જ્યોત પ્રજ્વલિત કરી પૂજા-અર્ચના કરી હતી. સિંધી સમાજ જ્યોતની પૂજા-અર્ચના કરી તેનું ભારે ભક્તિભાવ સાથે વિસર્જન કરે છે. આજનાં નવા વરસ નિમિત્તે સિંધી સમાજ દ્વારા શહેરીજનોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.