વેસુ વીઆઈપી રોડ પર આવેલા ભગવાન ગૌતમ બુદ્ધ નગરના રહીશોને છેલ્લાં કેટલાંક દિવસોથી પાણી ન મળતાં તેઓઅકળાયા હતાં. સવારે વેસુ જળ વિતરણ મથક પર હલ્લાબોલ કર્યો હતો. મહિલાઓઍ પાણી આપો… પાણી આપો…ના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુહતું.
વેસુ વીઆઈપી રોડ પર ભગવાન ગૌતમ બુદ્ધ નગર આવાસ આવેલાં છે. છેલ્લાં ઍક મહીનાથી પાણીની સમસ્યાને લઈ મહિલાઓપરેશાન થઈ ચુકી છે. પાણીની સમસ્યાને લઈ મહિલાઓદ્વારા અઠવા ઝોન અને હાઇડ્રોલિક વિભાગનાં અધિકારીઓને રજુઆતો કરી હતી, પરંતુ પાણીની સમસ્યાનો નિકાલ ન થતાં મહિલાઓઅકળાઈ હતી. ગરમીનાં દિવસોમાં પાણીની પડતી સમસ્યાથી મહિલાઓઍ સવારે વેસુ ખાતે આવેલા જળ વિતરણ મથક ખાતે હલ્લાબોલ કર્યો હતો. હાથમાં પાણીનાં માટલાં સહિતનાં વાસણો લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. મહિલાઓઍ પાણી આપો… પાણી આપો…ના સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. ત્યારબાદ જળ મથકની સામે જ મહિલાઓદ્વારા માટલાં ફોડી વિરોધ કરી સમયસર પાણી મળે તેવી માંગ કરવામાં આવી હતી.