વધતી જતી મોઘવારીને લઈ સુરત કોગ્રેસ દ્વારા ફરી ઍકવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. અઠવાગેટ વનિતા વિશ્રામના ગેટ પાસે કોગ્રેસ દ્વારા મોઘવારીને નનામી કાઢી સૂત્રોચ્ચાર કરતા પોલીસ દોડી આવી હતી. પોલીસે કોગ્રેસનાં નેતાઓઅને કાર્યકર્તાઓની ટિંગાટોળી કરી તેમની અટકાયત કરી હતી.
ભારત દેશમાં વધતી જતી મોઘવારીની કારણે ગૃહિણીના બજેટો ખોરવાઈ જવા પામ્યા છે. મોઘવારીના મારને કારણે લોકોનાં હાલ બેહાલ થઈ ગયા છે. તેવા સમયે સુરત સહિત દેશભરમાં કોગ્રેસ દ્વારા મોઘવારીનો વિરોધનાં કાર્યક્રમો થઈ રહ્નાં છે. બે દિવસ પહેલાં સુરત શહેરમાં કોગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે મહંગાઈમુક્ત ભારત અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી. જેથી કોગ્રેસ દ્વારા શનિવારે વિરોધ પ્રદર્શન માટે પોલીસ પાસે પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ પોલીસે પરવાનગી ન આપતા કોગ્રેસ દ્વારા વનિતા વિશ્રામના ગેટ પાસે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કોગ્રેસનાં નેતા અને કાર્યકર્તાઓમોટી સંખ્યામાં તેલના ડબ્બા, શાકભાજી અને ગેસ સિલીન્ડર લઈને વિરોધ પ્રદર્શનમાં જાડાયા હતાં. કોગ્રેસી કાર્યકર્તાઓઍ મોઘવારીને નનામી કાઢી ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. જાકે, વિરોધ પ્રદર્શન કરતા કોગ્રેસનાં કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસે લગભગ ૩૦થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સુરત શહેરના કોગ્રેસના ઇનચાર્જ પ્રમુખ નૈષધ દેસાઈ જણાવ્યું હતું કે, જ્યારથી ભાજપની સરકાર કેન્દ્રમાં આવી છે, ત્યારથી મોઘવારી ૬૦૦ ગણી વધી જવા પામી છે. પહેલા પેટ્રોલ ડીઝલ પર ટેક્સ ૯ ટકા હતું, તે વધારીને ૩૬ ટકા કરતાં મોઘવારી ૬૦૦ ગણી વધી જવા પામી છે. પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધવાને કારણે ટ્રાન્સપોર્ટેશનનું ખર્ચ વધતાં જીવન-જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓનો ભાવ ૪ ગણી વધી જવા પામી છે. જેના કારણે મોઘવારીઍ માઝા મુકી છે.