
રખડતાં ઢોરોનાં નિયંત્રણ માટે રાજ્ય સરકારે ઘડેલાં નવા કાયદાનો અમલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પશુપાલકોને લાયસન્સ મેળવવા માટે ૩૧મી મે સુધીની મુદત આપવામાં આવી છે, પરંતુ આ કાયદો રદ થાય તે માટે સુરત શહેરમાં માલધારી સમાજ દ્વારા સોમવારે અઠવાગેટથી કલેક્ટર કચેરી સુધી બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી. જ્યા સુધી કાયદો રદ ન થશે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં માલધારી સમાજે વિરોધ પ્રદર્શન કરી ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતાં.
રાજ્યમાં રખડતાં ઢોરોનો પ્રશ્ન હલ કરવા માટે સરકારે નવો કાયદો અમલમાં મૂક્યો છે. આ કાયદાના આધારે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું અને પાલિકાઍ પણ જાહેર નોટિસ બહાર પાડી તમામ પશુપાલકોને નવા કાયદા મુજબ રજિસ્ટ્રેશન કરાવવા અલ્ટીમેટમ આપ્યું છે. નવા કાયદા મુજબ તમામ પશુપાલકોને ૬૦ દિવસમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. પશુપાલકોઍ પ્રાણી રાખવા માટે ફરજિયાત લાયસન્સ લેવું પડશે. લાયસન્સ માટે પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડશે, જે માટે ૩૧મી મે સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જાકે, પશુપાલકો દ્વારા આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્નાં છે. આ કાયદાને લઈ સુરત શહેરમાં સોમવારે માલધારી સમાજ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. અઠવાગેટ ખાતેથી માલધારી સમાજે મોટી સંખ્યામાં ઍકત્ર થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીઍ પહોચ્યા હતાં. બેનરો સાથે માલધારી સમાજે ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કરી કાયદો રદ કરવાની માંગ કરી હતી. માલધારી સમાજે કલેક્ટર કચેરીની બહાર ધરણાં કરી વિરોધ નોધાવ્યો હતો. આ અંગે ગુજ્જર નવસેના પ્રદેશ અધ્યક્ષ હરીશ ગુજ્જર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભાજપની સરકાર બુટલેગરોની સરકાર છે. દારૂ વેચીને સત્તા ચલાવી રહી છે. સરકારને ગાયોની કદર ન હોય ગાય આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. ગાય આપણી માતા છે. સી.આર. પાટીલની સરકાર બુટલેગરની સરકાર છે. ગાય શું છે તેની અક્કલ નથી. કાયદો પાછો ન ખેચાશે તો સી.આર. પાટીલના કાર્યાલય ખાતે માલધારી સમાજ મલ-મૂત્ર, છાણ તથા દૂધ છાશ લઈને પહોચી જશે અને કાયદો ન ખેચાય ત્યાં સુધી કાર્યાલય ખાતે દૂધ-છાશ ધોળવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.