ગુજરાત ઍનર્જી રેગ્યુલેટરી કમિશન સમક્ષ પિટિશન કરીને ઍફપીપીપીઍ દરમાં પ્રતિ યુનિટ રૂ.૨.૨૨ની માંગ મંજૂર કરવા બાબતની ટોરન્ટો પાવર લિ.ની પિટીશન સામે વાંધો રજૂ કરાયો હતો.પરંતુ તેમની પિટિશન રદ થતા સુરતના ગ્રાહકોના રૂ.૩૧૧ કરોડની બચત થઈ છે.
ગુજરાત ઍનર્જી રેગ્યુલેટરી કમિશનને લેખિતમાં કરવામાં આવેલાં વિરોધમાં ચેમ્બર અને સુરત સિટીઝન કાઉન્સીલ દ્વારા સંયુકત રીતે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. વાંધામાં જણાવાયુ હતું કે ઍફપીપીપીઍ ઍટલે ફ્યૂલ ઍન્ડ પાવર પરચેઝ પ્રાઇસ ઍગ્રીમેન્ટ ઍ દરમાં કોઇપણ વધારો મંજૂર કરવો જોઇઍ નહી. ટોરેન્ટ પાવર લિમિટેડ સુરતની ગયા વર્ષની ડિસ્ટ્રીબ્યુશન લોસના મેળવેલાં આંકડા કરતાં વધુ ડિસ્ટ્રીબ્યુશન લોસ માટે મંજૂરી આપવી નહીં.આ ઉપરાંત ટોરેન્ટ પાવર લિમિટેડની પિટીશનમાં પાવર પરચેઝ મેટ્રિકસ સબમિટ કરવામાં આવેલ છે તેને બદલવો પડશે અને જેમાં રિન્યુઍબલ ઍનર્જીના સ્ત્રોતોમાંથી તેની કુલ પાવર ખરીદીમાં વધારોમાં ફરજ પાડવામાં આવે તેવી માગણી ચેમ્બર દ્વારા કરવામાં આવી હતી.ટોરેન્ટ પાવર લિમિટેડે તેની ટેરિફ પિટિશન મારફત ગુજરાત ઍનર્જી રેગ્યુલેટરી કમિશન સમક્ષ ઍફપીપીપીઍ દરમાં પ્રતિ યુનિટ રૂ.૨.૨૨ની માંગ કરી હતી.પરંતુ તેમની અરજી રદ કરવામાંï આવી છે.ઍક પણ પૈસાનો ભાવ વધારો અપાયો નથી.