
ચૈત્રી નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે પાંડેસરા ભેસ્તાન, ભગવતી રેસીડેન્સી પરિવાર દ્વારા સોમવારે તા. ૪થી એપ્રિલથી ૧૦મી એપ્રિલ સુધી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાગવત કથાના આયોજન માટે ભગવતી રેસીડેન્સી દ્વારા કળશયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જાડાયા હતાં. આ ભાગવત કથાનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્નાં છે. મથુરા, વૃંદાવનના રાજેશકૃષ્ણ મહારાજ આ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્નાં છે.