ચાર વર્ષ પૂર્વે સુરત જિલ્લાના પોલીસ વડા તરીકે ફરજ બજાવી ગયેલા અમરેલીના ઍસ.પી. નિલીપ રાયની સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી થતાં બે નંબરીયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અમરેલીમાં ૪૭ મહીના સુધી ઍસ.પી. તરીકે ફરજ બજાવવાના કાર્યકાળ દરમિયાન મોટાં ગુનેગારો સામે પણ કડક કાર્યવાહી કરી તેમનો નશો ઉતારી દેનાર ઍવા ઍસ.પી. નિલીપ રાયને અમરેલીની પ્રજા તરફથી ભરપૂર પ્રેમ પ્રા થયો છે.
અમરેલી જિલ્લામાં સૌથી વધુ સમય ફરજ નિભાવનાર ઍવા ઍસ.પી. નિલીપ રાયની સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી થતાં તેમના યોજાયેલા વિદાય સમારોહમાં સ્વયંભૂ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. અમરેલી પંથકમાં ગુંડાઓની શાન ઠેકાણે લાવનાર નિલીપ રાયે સૌપ્રથમ રાજકીય પીઠબળ ધરાવતા ઍવાં પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરી હતી. અમરેલી પંથકમાં કાયદો વ્યવસ્થા જાળવી પ્રજાનો અભૂતપૂર્વ પ્રેમ પ્રા કરનાર નિલીપ રાયને કોઈ રાજાને શોભે તેવું ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ વિદાય સમારોહમાં હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉમટી પડ્યાં હતાં.