
વડોદરાના હરિધામ સોખડામાં ચાલી રહેલ ગાદીના વિવાદમાં પ્રબોધ સ્વામી જૂથ વધુ ઍક વખત હિંસાના માર્ગે આગળ વધ્યું છે. સોખડા મંદિરના ઍક સંત સર્વમંગલ સ્વામીના નામે ઍક પીડીઍફ વાયરલ થઈ હતી, જેમાં સર્વમંગલ સ્વામી પર પરસ્ત્રી સાથેના સંબંધોનો આરોપ લાગ્યો હતો. આ અંગે અગાઉ પણ હિન્દુ સંસ્કૃતિને લાંછન લાગે તે રીતેનું વિવાદાસ્પદ નિવેદન અપાયું હતું.
પ્રેમ સ્વામી જૂથના ભક્તોને પ્રબોધ સ્વામી જૂથનાં ભક્તો દ્વારા મળતી ધમકીની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ અંગે પોલીસ દ્વારા ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તે માટે પ્રેમ સ્વામી જૂથે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે.