
સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનો નિર્ણય બાદ આજે બીજા દિવસે કેમ્પસમાં રેલી કાઢીને વોટ ફોર જસ્ટિસના સુત્રોચ્ચાર કર્યા હતા. સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પોતાની માગણીને લઇને સરકાર સાથે લડી લેવાના મૂડમાં દેખાય છે. અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા તબીબો દ્વારા આજે સિવિલ કેમ્પસમાં રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં જોડાયા હતા.
છેલ્લા ઘણા વર્ષોથી ડોક્ટરો દ્વારા સતત રાજ્ય સરકારની સામે ડોક્ટરોને મળતા લાભોને આપવામાં ન આવતા હોવાની ફરિયાદો કરવામાં આવી હતી. ઘણી વખત હડતાળો પણ કરવામાં આવી હતી. ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા છતાં પણ સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ સંતોષકારક પગલા લેવાયા નથી. જેના પગલે સોમવારથી હડતાળ પર ઉતરેલા ડોક્ટરોઍ મંગળવારે વિરોધ પ્રદર્શન માટે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બેનરો સાથે રેલી કાઢી હતી. વોટ ફોર જસ્ટિસનાં સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણી ન સંતોષાય ત્યાં સુધી લડી લેવાની આક્રામક નીતિ અપનાવી છે. આ અંગેï ડો.પારુલ વડગામાઍ જણાવ્યું કે આજે અમે રેલી આકારે નીકળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં ૫૦૦ કરતાં વધારે ડોક્ટર જોડાયા હતા. આ વારંવાર અને આ પ્રકારે વિરોધ નોંધાવી રહ્ના છે પરંતુ અમારી માગ પૂર્ણ કરવામાં આવી નથી. સૌથી દુઃખદ વાત ઍ છે કે સરકાર દ્વારા આ બાબતે ભૂતકાળમાં ચર્ચા થઇ ગયા બાદ રૂપાણી સરકાર દરમિયાન જી.આર. પણ નક્કી કરી દેવામાં આવ્યો હતો. તે જી.આર.નો યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવી રહ્નાં નથી. જે બાબતને ડિસ્કશન થઈ ગઈ હોય અને તેને અંતિમરૂપ આપીને બધુ જ નક્કી કરવામાં આવ્યું હોવા છતાં પણ જો તેનો અમલ ન થાય તો સ્વભાવિક રીતે ડોક્ટરોની લાગણી દુભાય છે અને તેના કારણે અમે તમામ ડોક્ટરો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. હડતાળને પગલે દર્દીઓને ભારે હાલાકી થતી હોય તેવું જણાઈ રહ્નાં છે. માત્ર જુનિયર ડોક્ટરો દ્વારા હાલ સારવાર દર્દીઓને આપવામાં આવી રહી છે. અમરનાથ યાત્રા માટેના યાત્રાળુઓને ફિટનેસ સર્ટિફિકેટ માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી તે પણ હાલ બંધ કરી દેવાય છે. જેથી કરીને યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ મળવામાં પણ મુશ્કેલી ઉભી થઈ રહી છે. ઍટલું જ નહીં પરંતુ ગામડાઓની અંદર આ અચોક્કસ મુદતની હડતાલની ગંભીર અસર દેખાઈ રહી છે. ગામડામાં ડોક્ટર હડતાળ પર ઉતરી જતા દર્દીઓ હાલ સારવારથી વંચિત થયા છે.