ભારતીય જનતા પાર્ટીના ૪૨મા સ્થાપના દિન નિમિત્તે સુરત શહેરમાં તેની ઉજવણી કરવામાં આવી હતી.
ખાસ કરીને ઉધના વિધાનસભાના ધારાસભ્ય વિનોદ પટેલ અને કાર્યકર્તાઓ દ્વારા પાંડેસરા ચીકુવાડીમાં સ્થાપના દિન નિમિત્તે સવારે પદયાત્રા કાઢી ઍક-ઍક કાર્યકર્તાઓના ઘરે જઈ તેમને ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ આપવામાં આવ્યું હતું. આમ, ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાપના દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમ થકી લોકોનું સંપર્ક કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.