
સારોલી ભરત કેન્સર હોસ્પિટલની પાછળ ત્રણ મિત્રો નાસ્તો કરવા માટે ગયા હતાં, પરંતુ બાઈક પર બેસેલા યુવક સાથે નજીવી બાબતે થયેલા ઝઘડામાં ઍક યુવકનું મોત નીપજ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જાકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડી પાંજરે પૂર્યો છે.
પૂણાï, ભૈયાનગરના નારાયણનગર સોસાયટીમાં રહેતો ૨૦ વર્ષીય અજય રમેશ રાઠોડ પૂણા, ભૈયાનગરમાં ગીતા ઓમલેટ નામની નાશ્તાની લારી પર નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવેછે. તા. બીજી એપ્રિલના રોજ અજય પોતાના મિત્ર હિતેશ પાર્કર અને પાર્થ સાથે બાઈક ઉપર રાત્રિના સમયે સારોલી ભરત કેન્સર હોસ્પિટલની પાછળ નાસ્તો કરવા માટે ગયા હતાં. ત્યાં ત્રણેય જણાંઍ બાઈક પાર્ક કરી હતી. ત્યારબાદ નાસ્તો કરીને પરત આવ્યા ત્યારે સીમાડા ગામ વાલમ નગરમાં રહેતો ૨૨ વર્ષીય જયવીર અશોક માઢક નામનો યુવક તેમની બાઈક ઉપર બેઠો હતો. જેથી હિતેશે જણાવ્યું હતું કે, અમારી મોટરસાયકલ પરથી નીચે ઉતર અમારે ઘરે જવું છે, તેમ કહેતા જયવીરïને સારું લાગ્યું ન હતું. જેથી તે બાઈક પરથી નીચે ઉતરી તેમની બાઈકના પાછળના ભાગે લાત મારી હતી. જેથી હિતેશે પૂછ્યું કે બાઈકને લાત કેમ મારી, તેમ કહેતા બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. બંને જણાંઍ ઝપાઝપી શરૂ કરી હતી, જેમાં હિતેશ પાર્કર અને જયવીરનું ગળું પકડી લેતા જયવીરે પણ તેનું ગળું અને વાળ પકડી નીચે પાડી દીધો હતો. જેથી હિતેશને માથામાં વાગતા તેને ગંભીર ઇજા પહોîચી હતી. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે પૂણા પોલીસને જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે અજયની ફરિયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમિયાન પોલીસે બાતમીના આધારે આરોપી જયવીરને ઝડપી પાડી પાંજરે પૂર્યો છે.