સુરતના કાપોદ્રા ખાતે પ્રેમ જાળમાં ફસાવી સગીરાને મળવા બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. દુષ્કર્મ બાદ સગીરા ગર્ભવતી બનતા યુવક સામે ફરિયાદ નોધાઈ હતી. આ ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડી પાંજરે પૂરી દીધો છે.
કાપોદ્રા ખોડીયાર નગર રોડ રાધાક્રિષ્ના સોસાયટીમાં રહેતા ચેતન દીપક અગ્રાવત સામે સગીર વયની કિશોરીઍ દુષ્કર્મની ફરિયાદમા જણાવ્યું છે કે, ચેતને તેણીને પ્રેમજાળમાં ફસાવી હતી.ચેતને કિશોરીને મોબાઈલ નંબર આપી તેની સાથે વાતચીત કરી લગ્ન કરવાની લાલચ આપી મોલમાં ફરવા લઈ જતો હતો. બાદમાં તેની સાથે બદકામ કરી ગર્ભવતી બનાવી દીધી હતી. આ અંગે સગીરાઍ ચેતન સામે ફરિયાદ આપતા કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.