કતારગામ વિસ્તારમાં ઍક લક્ઝરિયસ કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ચાલકે સર્કલ પરથી ટર્ન લેતા જ ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ડિવાઇડર કૂદીને બીજા રસ્તા પર જતી રહી હતી. પરિણામે કાર પલટી ખાઈ ગઈ હતી.
જાકે, ત્યાં આઈસક્રીમ ખાવા ઊભેલા ત્રણ યુવાનોનો આબાદ બચાવ થયો હતો. કારમાં સવાર બે નબીરાઓને સામાન્ય ઇજા પહોચી હોવાનું જાણવા મળ્યું છે. જાકે, આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરમાં કેદ થઈ જવા પામી હતી.