
રિંગરોડ માર્કેટ વિસ્તારમાં અવારનવાર કાપડનાં ટેમ્પામાંથી ચોરી થતાં હોવાના અનેક વીડિયો વાયરલ થયાં છે. ફરી ઍકવાર આંજણા ફોર્મ રોડ પર ઍક ચાલુ ટેમ્પામાંથી કાપડની ચોરી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ટેમ્પાચાલકને આ અંગેની જાણ સુધ્ધાં થઈ ન હતી. ટેમ્પા પાછળ ઍક યુવક ચઢીને તેમાંથી રીતસર તાકાની ચોરી કરતો દેખાયો હતો. આ અંગે ઍક જાગૃત નાગરિકે તાકાની ચોરી કરતા યુવકનો વીડિયો મોબાઈલમાં ઉતારી લીધો હતો. ત્યારબાદ આ વીડિયો હાલ સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે. ધોળે દિવસે ભરચક ટ્રાફિકની વચ્ચે ટેમ્પોમાંથી તાકા ચોરીની ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભાં થયા છે. કાપડ માર્કેટમાં ડિલીવરી કરતા ટેમ્પામાંથી ચોરી કરવાની નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે.