
સુરત સહિત રાજ્યભરમાં તબીબોની વિવિધ માગણીઓને લઈને હડતાળ ચાલી રહી છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં પણ તબીબો હડતાળ પર ઊતર્યા છે, જેથી ઍક ઍક્સિડન્ટના દર્દીનું સિવિલમાં મોત નીપજ્યું હતું, જેથી પરિવારે આક્ષેપ કર્યો હતો કે સિવિલમાં હડતાળ ચાલતી હોવાથી યોગ્ય સારવાર ન મળતાં મોત થયું છે.
પલસાણાના ઇટારવા ગામમાં રહેતો ૩૫ વર્ષીય શ્યામસુંદર પાસવાન ઓક્સીજન સિલીન્ડર રિફિલિંગનું કામ કરી પત્ની અને બે દીકરીઓનું ભરણ-પોષણ કરતો હતો. કંપનીમાંથી નોકરી પૂર્ણ કરી ઘર તરફ આવી રહ્ના હતો, ત્યારે પલસાણા ઈટારવા ગામ પાસે શ્યામસુંદર રસ્તો તો ક્રોસ કરીને શાકભાજી લેવા માટે જઈ રહ્ના હતો, ત્યારે જીજે-૫ આરસી ૪૯૯૫ નંબરની કારની અડફેટમાં આવતા શ્યામસુંદર રરૂ. તા પર પટકાયો હતો. જેમાં તેને શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માતના પગલે આજુબાજુનાં લોકો દોડી આવ્યા હતાં અને તત્કાલ શ્યામસુંદરના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે આવી પહોચ્યા હતાં. ૧૦૮ મારફતે શ્યામસુંદરને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો, પરંતુ સિવિલ હોસ્પિટલમાં હડતાળને પગલે ઇજાગ્રસ્ત શ્યામસુંદરને સારવાર ન મળતાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે તેના ભાઈ ગૌરી પાસવાને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તબીબો હાજર હોત અને યોગ્ય સારવાર મળી હોત તો મારા ભાઈનો જીવ બચી ગયો હતો. મૃતકનાં પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવ્યા હતા. સારવાર દરમિયાન જ પોતાના ભાઈનું મોત થતાં સમગ્ર પરિવાર આઘાતમાં ડૂબી ગયો હતો. પત્નીઍ તેનો પતિ અને બે દીકરીઓઍ પિતાની છત્રછાયા ગુમાવતાં ચોધાર આંસુઍ રડતાં જોવા મળ્યાં હતાં. પાસવાન પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય ઍ પ્રકારે આક્રંદ કરતાં દેખાયો હતો. વધુમાં જણાવ્યું હતું કે, અમે જ્યારે ભાઇને સારવાર લેવા માટે આવ્યા ત્યારે માત્ર જુનિયર ડોકટરો જ હાજર હતા. કેસ પેપર કાઢતાં અને બીજી પ્રક્રિયામાં સમય પસાર થયો હતો. ત્યાર બાદ ડોક્ટરો દ્વારા કોઈને ફોન કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને ઇન્જેક્શન મૂકવામાં આવ્યું હતું. ડોક્ટરે કહ્નાં હતું કે નસીબ હશે તો તમારો ભાઈ બચી જશે. થોડા સમય બાદ ડોક્ટરોઍ તેને મૃત જાહેર કર્યો. હડતાળ ન હોત અને બીજા મોટા સિનિયર ડોક્ટર હોત તો મારા ભાઈનો જીવ બચી શક્યો હોત. ડોક્ટરો તેમની માગણીને લઇને હડતાલ પર ઊતર્યા છે, જેથી કરીને ઇમર્જન્સી વિભાગમાં કોઈ સિનિયર ડોક્ટર હાજર નહોતો.