
નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે છ દિવસીય ટ્રેડ ફેરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને ભાજપના જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ અને નગરપાલિકાના પ્રમુખ જિગીશ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું.
નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા છેલ્લાં ૨૦ વર્ષથી ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવે છે. હાલમાં આશીર્વાદ માર્કેટિંગના સહયોગથી લુન્સીકુઈ ખાતે આગામી ૧૨મી એપ્રિલ સુધી ચાલનારા ટ્રેડ ફેરમાં વિવિધ કંપનીઓ દ્વારા ૭૦ સ્ટોલો લગાવવામાં આવ્યા છે. આ ટ્રેડ ફેરથી ઉદ્યોગકારોને તેમના ધંધામાં પ્રગતિ મળી રહેશે.