દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓમાં છેલ્લા ૩ વર્ષથી ડાંગરનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ખોટ ખાઈને પાક વેચવા મજબૂર. દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો સૌથી વધુ પાક ઓલપાડ તાલુકામાં લેવાતો હોય ત્યારે ખેડૂતોને ડાંગરના પાકનો પોષણક્ષમ ભાવ મળે તે માટે તાલુકામાં કાર્યરત સહકારી મંડળીઓ દ્વારા છેલ્લા ૩ વર્ષથી ડાંગરના સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતાં નીચા ભાવે ડાંગર ખરીદી કરીને ખેડૂતોનું શોષણ કરાઇ રહ્નાં છે.
દક્ષિણ ગુજરાતની વાત કરીઍ તો વર્ષે ૪૦ લાખ ગુણીથી વધુ ઍટલે અંદાજીત ૮૦ કરોડથી વધુનું ડાંગરનું ઉત્પાદન સાથે આવક થાય છે. ખરીફ અને ઉનાળુ આમ વર્ષમાં બે વખત ડાંગરનો પાક લેવાય છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના હિતને ધ્યાને લઈને વર્ષોથી અનેકવિધ સહકારી મંડળીઓ કાર્યરત હોય જે ખેડૂતો પાસેથી ડાંગરની સીધી ખરીદી કરતી આવી છે. આટલું જ નહિ પણ ખેડૂતોને તેમના પાકના ઍડવાન્સ પેટે રોકડ રકમ અને ખાતર સાહિની અન્ય સામગ્રી પણ આપતી આવી હોય સહકારી મંડળીઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ત્યારે ખેડૂતોના હિત માટે કાર્યરત સહકારી મંડળીઓઍ પણ વેપારી નીતિ અપનાવી ખેડૂતોનું શોષણ કરવા ચાલુ કર્યાનું નોધાયું છે. સહકારી મંડળી ઓછા ભાવ આપતી હોવા છતાં. ખેડૂતો સરકારીની ટેકાના ભાવે ડાંગર ખરીદીની પ્રક્રિયા જટિલ હોવાને કારણે નુકશાન વેઠીને પણ ઓછા ભાવે ડાંગર વેચી રહ્ના છે. ત્યારે નાગરિક પુરવઠા નિગમને બદલે સરકાર સ્થાનિક મંડળીઓને કેન્દ્ર ફાળવે તો જ ખેડૂતને લાભ મળે તેમ છે.