
પલસાણા તાલુકાના મલેકપુર ગામમાં રાત્રિ દરમિયાન અસામાજિક ઈસમોઍ બે ખેતરોમાં ઊભા કેળનાં પાકને કાપી નાંખવાના બનાવથી ખેડૂતોમાં ભય વ્યાપી જવા પામ્યો છે.
પલસાણા તાલુકાના મલેકપુર ગામમાં રહેતા ખેડૂત શબ્બીરભાઈ શેખ તથા રસુલભાઈ મલેકના ખેતરોમાં રાત્રિ દરમિયાન અસામાજિક ઈસમોઍ કેળનાં ઊભાં પાકને નુકસાન પહોચાડ્યું હતું. આ ઉપરાંત અસામાજિક ઈસમોઍ કોઈ અદાવતમાં ખેતરોમાં ઊભા પાક પર ઝેરી પદાર્થ નાંખી નુકસાન પહોચાડવાનું પણ કૃત્ય કર્યું હતું. મલેકપુર ગામે બનેલી આ ઘટના અંગે ગુજરાત ખેડૂત સમાજનાં પ્રમુખ પરિમલ પટેલે આ કૃત્ય આચરનાર અસામાજિક ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે.