સેલવાસની વૃંદાવન સોસાયટી ખાતે ચાલી રહેલ શ્રીમદ્ભાગવત સપ્તાહના પાંચમા દિવસે રૂક્ષ્મણિ વિવાહની ઉજવણી કરવામાં આવી હતી.
પવિત્ર ચૈત્રી માસ નિમિત્તે સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અને દેવીચારિત્ર્યનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં વ્યાસપીઠ પરથી પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય દેવુભાઈ જાશી કથાનું રસપાન કરાવી રહ્નાં છે.