
શહેરી વિસ્તારોમાં રખડતાં ઢોર નિયંત્રણ વિધેયકને રદ્દ કરવાની માંગણી સાથે માલધારીઓ અને પશુપાલકોઍ ભાજપના નેતાઓ સાથે મીટિંગ કરી હતી. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાલ પૂરતો આ કાયદો મોકુફ રાખવાની ખાતરી આપી હતી.
ત્યારબાદ આ અંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીને કહ્નાં હતું કે, કાયદામાં ફેરવિચારણા કરવી જાઈઍ અને આવનારા વિધાનસભામાં કાયદો નિરસ્ત કરવામાં આવશે તેવો મને વિશ્વાસ છે.